વાંકાનેર કંપનીના સ્પેરપાર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 1560 બોટલ દારૂ જપ્ત

વાંકાનેર : શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકના ભલગામ સીમમાં દારૂનું કટીગ થવાની બાતમી એલ.સી.બી ની ટીમને મળતા ત્યાં દરોડો પાડતા પોલીસે ત્યાંથી અંગ્રેજી દારૂની બોટલો નંગ-૧૫૬૦ કીમત રૂપિયા ૫,૧૭,૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કીમત રૂપિયા ૧૫,૮૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કરવમાં આવ્યો હતો અને ટ્રકનો ડ્રાયવર નાસી ગયો હતો આ અગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે.


બનવાની મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરએ જિલ્લામાં ગેરકાયદેર ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા જરૂરી સુચના કરતા તમેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે કન્ટેનર નંબર HR 38-7-3623 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી વહન કરી લાવી ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વીડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનુ કટીંગ થનાર છે જેથી એલ.સી.બી ટીમ તે સ્થળ પર રેડ કરતા રેઇડ કરતા ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુઠ્ઠાના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો જેમાં મેગ્ડોવેલ નં-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૬૬૦ કી.રૂ. ૨,૪૭,૫૦૦, ૨. રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૯૦૦ કી.રૂ. ૨,૭૦,૦૦૦ કુલ ૧૫૬૦ દારૂની બોટલ જેની કીમત રૂપિયા ૫,૧૭,૫૦૦ અને ટ્રક તેમજ મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ કી.રૂ. ૨,૬૩,૯૦૦ સીસ્ટમ કી.રૂ.૧,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૫,૮૨,૪૦૦ મુદામાલ કબજે કરવામાં આવ્યોં છે દરોડા દરમિયાન ટ્રક ચાલક નાશી ભાગી ગયેલ હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતે ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ ગુનો નોધ્વમાં આવ્યો છે જેની વધુ તપાસ એલ.સી.બી પી.એસ.આઈ એન.બી.ડાભી ચચલાવી રહ્યા છે.


આ દરોડાની કાર્યવાહીમાં એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા, એલ.સી.બી. psi એન.બી.ડાભી દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગીયા, ભગીરથસિંહ ઝાલા તથા ભરતભાઇ મીયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વિગેર દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap