દેશમાં છેલ્લા 24 કલાકમાં જાણો કોરોનાના નવા કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકોના થયા મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,993 કેસ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,09,77,387 થઈ ગઈ છે. આ સાથે 101 નવી મૃત્યુ બાદ મહામારીથી દેશમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 1,56,212 થઈ ગઈ છે.

દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 1,44,127 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,06,78,048 છે. સાથે દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ કોરોના રસીકરણ હેઠળ કુલ 1,07,15,204 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,18 ફેબ્રુઆરીએ એક દિવસમાં રસીકરણની મહત્તમ માત્રા આપવામાં આવી હતી. ગુરુવારે, વેક્સિનના 6,58,674 ડોઝ આપવામાં આવ્યા હતાં, જ્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી કુલ 1,04,49,942 રસી આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓને 70,52,845 ડોઝ આપવામાં આવ્યાં છે, જેમાં પ્રથમ ડોઝ 62,95,903 લાભાર્થીઓને, બીજો ડોઝ 7,56,942 લાભાર્થીઓને આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 33,97,097 ફ્રન્ટ લાઇન કામદારોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)અનુસાર, શુક્રવાર (18 ફેબ્રુઆરી) સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 21,02,61,480 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે 7,86,618 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 6,112 નવા કોવિડ-19 કેસ, 2,159 ડિસ્ચાર્જ અને 44 લોકોના મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં, કુલ કેસો 20,87,632, કુલ રિકવરી 19,89,963, સક્રિય કેસ: 44,765 અને મૃત્યુ 51,713 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap