માત્ર 39 વર્ષનાં ટૂંકા આયુષ્યમાં વિશ્વમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની આ વાત ખાસ જાણવા જેવી છે

આજે 12મી જાન્યુઆરી એટલે પ્રખર રાષ્ટ્રભક્ત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી છે. સ્વામી વિવેકાનંદનો જન્મ તા. 12.01.1863માં થયો હતો.

ભારત દેશની ભૂમિ અધ્યાત્મિકતાની શ્રેષ્ઠ ભૂમિ છે. આ તપોભૂમિ પર પ્રભુભક્તિ કરવાવાળા અસંખ્ય સંતો થઈ ગયા છે. પરંતુ પ્રભુભક્તિની સાથે સાથે નખશિખ રાષ્ટ્રભક્ત બહુ જ ઓછા જન્મ્યા છે. આવા પ્રખર રાષ્ટ્રભક્તમાંના એક એટલે સ્વામી વિવેકાનંદજી.

માત્ર સાડા ઓગણચાલિસ વર્ષનાં ટૂંકા આયુષ્યમાં પણ તેમણે વિશ્વમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડયો હતો. ઇ.સ.1893માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરી હિન્દુધર્મનો જયજયકાર કર્યો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેમના સાત્ત્વિક આચરણ, ઉત્સાહપ્રેરક વિચારો અને સંકલ્પ શક્તિથી દેશના યુવાનોને પ્રભાવીત કરીને તેમનું મનોબળ મજબૂત કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું.

ઇ.સ.1892માં રાષ્ટ્રના પુનરુત્થાન માટે ભારત યાત્રા કરી રહ્યા હતા તે દરમ્યાન ફરતાં ફરતાં ડિસેમ્બર મહિનાના અંતમાં કન્યાકુમારીની જે દરિયાઈ શીલા પર બેસીને તેમણે ભારતના નવનિર્માણનું ત્રીદિવસિય ગહન ચિંતન કર્યું હતું તે શીલાને 1970માં ‘વિવેકાનંદ શીલા સ્મારક’ બનાવવામાં આવ્યું હતું. જે અત્યારે વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન તરીકેનું સ્થાન પામ્યું છે.

ભારત ના સપૂત અને વિશ્વ વિભૂતી સ્વામી વિવેકાનંદનું આ ભવ્ય શીલા સ્મારક વૈશ્વિક અધ્યાત્મિકતા સાથે સાથે દેશપ્રેમ, એકતા, અખંડિતતા, સંસ્કૃતિ અને વિશ્વબંધુત્ત્વની ભાવનાનો પણ વિશ્વભરમાં સંદેશ આપી રહ્યું છે.

આવા પ્રખર હિંદુત્ત્વ અને અડગ રાષ્ટ્રભાવનાના પ્રહરિ એવા ભારતીય સપૂત ની જન્મકુંડળીનું આપણે ચોક્કસ અવલોકન કરવું જોઇએ.

લ. સૂ. ચં.મં. બુ. ગુ. શુ. શ.રા.કે.
10 9 6 1 10 7 10 6 8 2

મકર લગ્ન ની તેમની કુંડળીમાં બીજા ભાવનો સ્વામી શનિ નવમે કન્યા રાશિમાં છે અને નવમે રહેલી કન્યા રાશિનો સ્વામી બુધ બીજા ભાવના સ્વામિની રાશિ મકરમાં લગ્ને બેઠેલ છે. આ દ્વિતિયેશ અને નવમેશ નો પરિવર્તન યોગ બન્યો છે. તેમજ લગ્નનો સ્વામી શનિ અને સપ્તમ સ્થાનનો સ્વામી ચંદ્ર બન્ને ની ભાગ્ય સ્થાને યુતિ થયેલી છે.

પંચમ ત્રિકોણ અને નવમ ત્રિકોણ ના સ્વામી શુક્ર અને બુધ, કેંદ્ર ત્રિકોણ , લગ્ને યુતિ કરે છે. અને કુંડળીમાં રહેલા 1-5-9 ધર્મ ત્રિકોણને મજબૂત કરીને જાતકને ધર્મ ધૂરંધર બનાવી પ્રખર ધર્મ પ્રચારક બનાવ્યા.

પ્રસ્તુત કુંડળીમાં ખડગયોગ રચાયેલો છે તે છે -1.નવમા અને બીજા સ્થાનના સ્વામીઓનો પરિવર્તન યોગ જે જાતકની કુંડળીમાં ખડગ યોગ બનાવે છે. 2. લગ્નેશ અને સપ્તમેશ ની યુતિ ત્રિકોણમાં ભાગ્ય સ્થાને પણ ખડગયોગ બનાવે છે. 3. ભાગ્ય ભુવનનો સ્વામી પંચમેશ સાથે યુતિ કરીને કેન્દ્ર ત્રિકોણ માં રહીને બળવાન બનવાથી પણ ખડગ યોગ બને છે.

આમ આ ખડગયોગ જબરદસ્તઅસરકારક રાજયોગ છે જે સ્વામી વિવેકાનંદને હિંદુ ધર્મના પ્રહરી અને તે સમયના સમર્થ સરસેનાપતિ બનાવે છે. ખડગયોગધારી વ્યક્તિ પણ પ્રભાવશાળી અને અસરકારક હોય છે.આથી જીવન અને મૃત્યુ બાદ પણ દીર્ઘકાળ સુધી સમાજ તેમને સન્માન આપે છે.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય દામીનીબેન લાખીયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap