સુરત: કેનેરા બેંક સાથે 121 કરોડ રૂપિયાની ઠગાઈ મામલે CBIમાં દાખલ થતા સુરત અને નવસારીમાં પાંચ જગ્યાએ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
કેનેરા બેંક દ્વારા સુરતની સુર્યા કંપની વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધતા. સુર્યા કંપનીના બે ડાયરેક્ટને ત્યાં CBIએ દરોડા પાડ્યા હતાં. સાથે નવસારીમાં પણ સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને પાંચ જગ્યાઓ પર દરોડામાં અનેક દસ્તાવેજ જપ્ત કર્યા હતાં. આ કંપનીએ 2017થી 2019 વચ્ચે આ કૌભાંડ આચર્યુ હતું.
