12 કલાક કામ કરવવા પર કેન્દ્ર સરકારની વિચારણા, જાણો વિદેશોમાં કેટલા કલાક છે

હવે ભારતમાં કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરી શકાય છે અને કંપનીઓ તેમને 12 કલાક કામ કરાવી શકે છે. શ્રમ મંત્રાલય દ્વારા સંસદમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની ભલામણ કરવામાં આવી છે. આજની તારીખ સુધી, કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી આપેલ મહત્તમ કલાકો 10.5 છે. જેને હવે કેન્દ્ર સરકાર વધારવાની વિચારણા કરી રહી છે. આ અંગે વિવાદ પણ વધી શકે છે.

શ્રમ મંત્રાલયનો પ્રસ્તાવ શું કહે છે?

જો કે, એવું નથી કે 12 કલાક કામ કરવા પર પગાર 8 કે 9 કલાકનો થશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો કંપની 12 કલાક કામ કરાવે છે તો કર્મચારીઓને આ માટે ઓવરટાઇમ આપવામાં આવશે. નવા પ્રસ્તાવ મુજબ-

•કંપની કોઈપણ કર્મચારી પાસે અઠવાડિયામાં માત્ર 48 કલાક કામ કરી શકે છે.
•કોઈ પણ કર્મચારીને 12 કલાકથી વધુનું કામ પૂરું પાડવામાં આવી શકતું નથી.
•12 કલાક કામ કરવા પર અથવા અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનું રહેશે, અથવા તેનું ઓવરટાઈમ મેળવશે.
•જો કોઈ નિર્ધારિત કલાકો કરતા 15 મિનિટથી વધુ કામ કરે છે, તો 30 મિનિટનો ઓવરટાઇમ ગણાશે (વર્તમાન નિયમમાં, 30 મિનિટથી ઓછો સમય ઓવરટાઇમ ગણવામાં આવતો નહતો).

જણાવી દઈએ કે, કામ કરતા કર્મચારીઓને વર્તમાન નિયમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એક દિવસમાં 8 કલાક કામ કરી શકાય છે. ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ કોડ એક્ટ 2020 – અનુસાર કોઈ પણ કર્મચારીને દિવસમાં 8 કલાકથી વધુ કામ કરવાની જરૂર નથી, કંપની અથવા એમ્પ્લોયરને આ કરવાની મંજૂરી નથી.

જો તમે 12 કલાક કામ કરો તો શું થશે?

કેન્દ્રીય શ્રમ મંત્રાલયે આપેલી આ પ્રસ્તાવ લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે આનાથી લોકોના જીવન પર અસર પડશે. કારણ કે જો આ પ્રસ્તાવ પસાર થાય છે, તો પછી બધી કંપનીઓ અને ફેક્ટરી માલિકો તેમના કામદારો અને કર્મચારીઓને 12 કલાક કામ કરવા દબાણ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો મુસાફરીનો સમય પણ તેમાં શામેલ કરવામાં આવે, તો શહેરોમાં તે સરળતાથી 1થી 2 કલાકનો હોય છે. એટલે કે, 14થી 15 કલાક બાદ કર્મચારીઓ તેમના ઘરે પહોંચશે. જે તેના અને તેના પરિવાર માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેની અસર પાળીમાં કામ કરતી ઓફિસો પર પણ જોવા મળશે, જ્યાં ત્રણ પાળીમાં કામ કરવામાં આવે છે, ત્યારબાદ માત્ર બે પાળી લેવામાં આવશે.

ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, 12 કલાક કામ કરવાની દરખાસ્ત તાત્કાલિક પરત ખેંચી લેવી જોઈએ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમો ઈન્ટરનેશન લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) કન્વેશનની શરતોની વિરુદ્ધ છે.

બીજા દેશોમાં કર્મચારીઓને કેટલા કલાક કામ કરવુ પડે છે ?

જર્મનીમાં કર્મચારીઓ 1 વર્ષમાં કુલ 1388 કલાક કામ કરે છે. એટલે કે, લોકો અઠવાડિયામાં ફક્ત 28 કલાક જ કામ કરે છે. ન્યુઝીલેન્ડમાં, અઠવાડિયામાં લગભગ 33 કલાક કામ કરવામાં આવે છે. જો આપણે અમેરિકાની વાત કરીએ, તો લોકો અહીં દર અઠવાડિયે લગભગ 34 કલાક કામ કરે છે. ઇઝરાઇલમાં 36 કલાક, રશિયામાં લગભગ 38 કલાક અને ફ્રાન્સમાં દર અઠવાડિયે લગભગ 30 કલાક કામ કરવામાં આવે છે. સ્વીડન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં અઠવાડિયામાં સરેરાશ 32 કલાક કામ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap