ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં આટલા પત્રકારોની હત્યા થઈ છે, વાંચો ICJનો રિપોર્ટ

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (ICJ)ના રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 30 વર્ષમાં 116 પત્રકારોની હત્યા થઈ છે અને 1990થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 138 પત્રકારોની હત્યા કરવામાં આવી છે.

ડોન ન્યૂઝના રિપોર્ટ મુજબ, ICJએ શુક્રવારે ‘ગ્લોબલ જર્નાલિઝમ પર વ્હાઇટ પેપર’ જાહેર કર્યું છે. આ રિપોર્ટમાં ઇરાક, મેક્સિકો, ફિલિપાઇન્સ, પાકિસ્તાન અને ભારત જેવા પાંચ દેશોની લીસ્ટ બનાવવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ દેશોમાં પત્રકારત્વ સૌથી ખતરનાક છે.

વ્હાઇટ પેપર મુજબ 1990થી પાકિસ્તાનમાં 138 અને ભારતીય ઉપ-ખંડમાં 116 હત્યા નોંધાઈ છે. દર વર્ષે આવી ઘટનાઓ અહીં જોવા મળે છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કુલ 40 ટકા હત્યા અહીં નોંધવામાં આવી છે.

વર્ષ 2020માં 15 દેશોના પત્રકારો સહિત મીડિયા કર્મચારીઓની 42 હત્યાઓ નોંધાઈ છે અને વર્ષ 2019 માં 49 હત્યાઓ નોંધાયા છે. આ વર્ષે પાકિસ્તાનમાં અઝીઝ મેનન, જાવેદુલ્લા ખાન, અનવર જાન, શાહિના શાહીન પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap