પોલીસ સ્ટેશનોમાં કંકોત્રી લઈને પરિવારોની લાંબી કતારો, 1145 અરજી માંથી જાણો કેટલી મંજુર થઈ

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં હાલ પોલીસ સ્ટેશન બહાર કંકોત્રી હાથમાં લઈ ઉભેલા લોકોની લાંબી કતારો લાગી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપતા લોકો દોડતા થાય છે. શહેરમાં 1145 જેટલી અરજીઓ આવી છે જેમાંથી 700થી વધુ અરજીઓ મંજુર કરવામાં આવી છે તેમ છતાં હજુ પણ પોલીસ સ્ટેશનો બહાર પરિવારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

રાજકોટમાં કોરોના કાળની વચ્ચે લગ્નની સિઝન પણ જામી છે અનેક પરિવારો દ્વારા લગ્નની તમામ તૈયારી કરી લેવામાં આવી છે ત્યારે જ સરકાર દ્વારા 200ના બદલે માત્ર 100 લોકોની હાજરીમાં જ લગ્ન સમારોહની જાહેરાત કરતા પરિવારો ફરી મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને પોલીસની મંજૂરી ફરજીયાત કરતા લગ્ન વાળા પરિવારો લગ્નની તૈયારી છોડી કંકોત્રી લઈ પોલીસ સ્ટેશન બાજુ વળ્યાં છે.

શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં સવારથી લઈ સાંજ સુધી કંકોત્રી હાથમાં લઈ ઉભેલા લોકો જોવા મળી રહ્યા છે.1145 આવેલી અરજીમાંથી હાલ આવશ્યક 700 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી છે અને જે લોકોના થોડા પાછળ લગ્ન છે તેમને ટૂંક સમયમાં સમય અને સંજોગો અનુસાર મંજૂરી આપવામાં આવશે.હાલ આ સમાચાર પણ શહેર ભરમાં ચર્ચાના ચકડોળે ચડ્યા છે અને આને લઈને લોકોમાં રમુજી અને મૂંઝવણ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap