રાજકોટમાં કેવો છે કોરોના વેક્સિનેશનનો પ્લાન,પ્રથમ રાઉન્ડમાં આટલા ડોઝ રસી અપાશે

વિનય પરમાર,રાજકોટ: કાતિલ કોરોના સામે કવચ આપતી રસીનો સ્ટોક આજે સાંજે અથવા કાલે સવાર સુધીમાં આવી જશે. સંભવત: તા.16મીથી રસીકરણ ઝૂંબેશ શરૂ કરી દેવામા આવશે. જિલ્લાના વિસ્તારોમાં વેકસીન પહોંચાડવાનો જથ્થો પણ રાજકોટ શહેરમાં જ આવશે અને અહીંથી જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશન કરવામા આવશે. શહરમાં મનપાના આરોગ્ય કેન્દ્ર સહિત અલગ અલગ જગ્યાએ વેક્સીનેશન સેન્ટર ઉભા કરવામા આવશે. રાજકોટ શહેર માટેનો વેકસીનનો સ્ટોક નવી કલેકટર ઓફિસની સામે આવેલા મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે રાખવામા આવશે. પ્રથમ તબક્કામાં 10 હજાર ડોઝ રાજકોટ શહેરને ફાળવવામા આવ્યા છે.

રાજકોટમાં કોરોના હળવો જરૂર પડ્યો છે પરંતુ દહેશત હજુ યથાવત જ છે. કેસમાં સતત ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. હજુ પણ જો સાવચેતી રાખવામા નહીં આવે તો કોરોના વિસ્ફોટ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે ત્યાંરે કોરોના સામે કવચ આપતી રસી અસરકારક સાબિત થઇ હોવાના સરકારના દાવાથી લોકોના જીવને થોડો હાંશકારો જરૂર થયો છે.

રાજકોટમાં કેવો છે કોરોના વેક્સિનેશનનો પ્લાન,પ્રથમ રાઉન્ડમાં આટલા ડોઝ રસી અપાશે

પુનેની સીરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ વેકસીનનો જથ્થો આજે સવારે ખાસ પ્લેન મારફને અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયો હતો. ત્યાંથી રાજકોટ આજે સાંજે અથવા કાલે સવારે કોલ્ડ ચેઇન મારફતે આવશે. પ્રથમ રાઉન્ડમાં રાજકોટ આવતો જથ્થો શહેર ઉપરાંત રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં અહીં રાજકોટથી જ ડિસ્ટ્રીબ્યુટ કરવામા આવશે.

કોરોના રસીનો સ્ટોક સાચવવા માટે કલેકટર ઓફિસ પાસે આવેલા ગર્વમેન્ટ પ્રેસ પાસેની આરડીડી ઓફિસમાં રિજિયોનલ સ્ટોર ઉભો કરવામા આવશે. ત્યા જ તમામ સ્ટોક રાખીને શહેર અને જિલ્લાના વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામા આવશે.

રાજકોટમાં કેવો છે કોરોના વેક્સિનેશનનો પ્લાન,પ્રથમ રાઉન્ડમાં આટલા ડોઝ રસી અપાશે

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર એટલે કે શહેર માટે પ્રથમ રાઉન્ડમાં 10 હજાર ડોઝ ફાળવવામા આવ્યા છે. જે નવી કલેકટર ઓફિસ સામે આવેલા મનુબેન ઢેબર સેનેટોરિયમમાં સાચવવામા આવશે. જિલ્લાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પણ અહીં રાજકોટથી જ ડિસ્ટ્રીબ્યુટ થવાનું હોય આ જથ્થો ગર્વમેન્ટ પ્રેસ પાસેની આરડીડી ઓફિસમાં રિજિયોનલ સ્ટોર બનાવીને ત્યાં સાચવવામા આવશે.

પ્રથમ તબક્કામાં કોને કોને રસી અપાશે?

રાજકોટ શહેરને પ્રથમ રાઉન્ડમાં કોરોનાની રસીના જે 10 હજાર ડોઝ ફાળવવામા આવ્યા છે તે સરકારની ગાઇડલાઇન મુજબ સૌ પ્રથમ હેલ્થ કેર વર્કરને, ફ્રન્ટ લાઇન વોરીયર એટલે કે પોલીસકર્મી, સફાઇ કામદાર, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા હોય તેવા અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને રસીકરણ કરવામા આવશે. એ પછી બીજા રાઉન્ડમાં જે જથ્થો આવશે એ સરકારની જે ગાઇડલાઇન જાહેર થાય એ મુજબ રસીકરણ કરવામા આવશે.

રાજકોટમાં કેવો છે કોરોના વેક્સિનેશનનો પ્લાન,પ્રથમ રાઉન્ડમાં આટલા ડોઝ રસી અપાશે


માઇનસ 15 થી 25 સેન્ટીગ્રેડ તાપમાનમાં 6 ડીપ ફ્રીઝરમાં રસી સાચવવામા આવશે

રાજકોટથી 8 જિલ્લા અને 3 મહાનગરપાલિકા વિસ્તારમાં વેકસીન સપ્લાય કરવામા આવશે.પ્રથમ રાઉન્ડમાં 77 હજાર રસી રાજકોટ આવશે અને અહીંથી જ અન્યત્ર સપ્લાય કરવામા આવશે. રાજકોટ શહેર માટે ફાળવવામા આવનાર રસી મનુબેન ઢેબર સેનેટોરિયમમાં જ્યારે બીજો જથ્થો ગર્વમેન્ટ પ્રેસ પાસેના આરડીડી કચેરીમાં રિજિયોનલ સ્ટોર બનાવીને સાચવવામા આવશે. રસી જ્યા સાચવવામા આવશે એ માઇનસ 15થી 25 સિન્ટિગ્રેટ તાપમાનમાં 6 મોટા ડીપ ફ્રીઝ સ્ટોરમાં રાખવામા આવશે.

આ રીતે થશે વેક્સીન આપવાની પ્રોસેસ

કોરોના વેક્સીનેશન માટે ખાસ ડેટા બનાવવામા આવ્યો છે. તબક્કાવાર રીતે લાભાર્થીને એડવાન્સમાં મેસેજ મોકલીને બોલાવવામા આવશે. સ્થળ પર આવતા લાભાર્થીનું આઇડી કાર્ડ અને મોબાઇલમાં આવેલો મેસેજ ચેક કરવામા આવશે. ત્યારબાદ તે વ્યક્તિને વેઇટીંગ રૂમમાં બેસાડવામા આવશે અને બાદમાં વેક્સિનેશન રૂમમાં લઇ જવામા આવશે. જ્યા વેકસીન આપ્યા બાદ અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવશે. એક વ્યક્તિને આ પ્રોસેસમાંથી પસાર થતા 30 થી 35 મિનિટનો સમય લાગશે.

રાજકોટ શહેરમાં આટલા જગ્યાએ વેકસીનેશન સેન્ટર રહેશે

-પીડીયુ મેડિકલ કોલેજ
-પદ્મકુંવરબા હોસ્પિટલ
-સ્ટર્લિંગ હોસ્પિટલ
-વોકહાર્ટ હોસ્પિટલ
-શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
-નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
-રામેશ્વરપાર્ક આરોગ્ય કેન્દ્ર
-કોઠારિયા આરોગ્ય કેન્દ્ર
-આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
-પ્રણામી ચોક

સૌરાષ્ટ્રમાં કઇ જગ્યાએ કેટલા સ્ટોરેજ કેન્દ્ર

-રાજકોટ મહનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળ 101 કેન્દ્ર
-જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળ 56
-જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળ 57
-દેવભુમિ દ્વારકા જિલ્લા પંચાયત હેઠળ 32
-પોરબંદર જિલ્લા પંચાયત હેઠળ 20
-મોરબી જિલ્લામાં 42
-ભૂજ જિલ્લા પંચાયત હેઠળ 93
-ગીર સોમનાથ જિલ્લા પંચાયત હેઠળ 41

બીજા તબક્કામાં કોને કોને રસી આપવી? શહેરીજનોનો સર્વે કરી ડેટા બનશે

પ્રથમ તબક્કામાં સરકારની ગાઇડલાઇન મુજબ ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને રસીકરણ કરાયા બાદ નાગરિકોને રસી આપવા માટે સર્વે કરવામા આવશે. 50 વર્ષથી ઉપરના નાગરિકો કેટલા છે? તેમાથી ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, કેન્સર, હાર્ટ સહિતની બીમારીવાળા કેટલા છે? 50 વર્ષથી નીચેની ઉમરના લોકોમાં કોમોર્બિડીટી એટલે કે, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, હાર્ટ કે અન્ય બીમારી ધરાવતા કેટલા છે? એ તમામનો નામ અને સરનામા સાથેનો ડેટાબેઇઝ તૈયાર કરીને સરકારને મોકલવામા આવશે.

સર્વેની કામગીરી માટે 1758 ટીમ બનાવાઇ

બીજા તબક્કામાં વેકસીનેશન માટે ગુરુવારથી સર્વે શરૂ કરવામા આવશે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1758 ટીમ બનાવવામા આવી છે. જે ડોર ટુ ડોર સર્વે કરીને ડેટા બેઇઝ બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap