CBI કસ્ટડીમાંથી 100 કિલો સોનું ગાયબ, જાણો ક્યાં બની આ ઘટના

મદ્રાસ હાઈ કોર્ટે શુક્રવારે તમિલનાડુ પોલીસને CBIની કસ્ટડીમાંથી 103 kg સોનું ગાયબ થવાના મામલે તપાસના આદેશ આપ્યા છે. એક ન્યૂઝ પેપરમાં છપાયેલા રિપોર્ટમાં આ સામે આવી છે.

કોર્ટે એ દલીલો ખારિજ કરી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જો સ્થાનીય પોલીસ તપાસ કરશે તો CBIની પ્રતિષ્ઠામાં ઘટાડો આવી શકે છે.”

CB-CIDમાંથી FIR દાખલ કરવા માટે કોર્ટે કહ્યું કે, “CBI માટે આ એક અન્ગી પરીક્ષા હોઈ શકે છે. જો સીતાની જેમ તેમના હાથ સાફ છે, તો તે જલ્દી સાચુ બાહર આવી શખે છે.”

CBI સ્પેશ્યલ પલ્બિક પ્રોસીક્યૂટરની આ માંગ પર રાજ્ય પોલીસની જગ્યાએ CBIના નેસનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી તપાસ સોપવામાં આવે.જજ પીએન પ્રકાશે કહ્યું કે, “આદાલત આ દ્રષ્ટિકોણ પર સહમત નથી. કારણ કે, કાયદા આ પ્રકારની દખલને મંજૂરી આપતું નથી.”

સંમગ્ર ઘટના શું છે ?

CBIએ 2012ના ઘટનામાં સોનું જપ્ત કર્યું હતું, જેમાં આરોપ હતો કે, ચેન્નઈમાં મિનરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (MMTC)ના અધિકારીએ સુરાના કોર્પોરેશન લિમિટેડ પ્રતિ યોગ્ય મદદ કરવાનું વલણ અપનાવ્યું હતું. જે સોના અને ચાંદીના આયાત સાથે જોડાયેલો હતો.

CBIએ સુરાનાના ચેન્નઈ સ્થિત ઓફિસની બિલ્ડિંગમાંથી 400.47 kg સોનું જપ્ત કર્યું હતું અને તેને ફર્મની તેજોરીમાં લોક અને સીલ કરવામાં આવ્યું હતું. CBIએ દાવો કર્યો છે કે, તેમણે તેજોરીની ચાવીઓ ચેન્નઈ સ્થિત સ્પેશ્યલ CBI કોર્ટને સોપી હતી. જોકે દસ્તાવેજોમાં આ મામલે કોઈ પણ તારિખનો ખુલ્લો થયો નથી.

સપ્ટેમ્બર 2013માં CBIએ વધુ કેસ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે, જપ્ત કરાયેલું સોનું 2012ના મામલે વોન્ટેડ નહતો. એવુ સામે આવ્યું છે સુરાનાએ વિદેશ વેપાર નીતિનું ઉલ્લંઘન કરતા આયાત કર્યું હતું. CBIએ વિનંતી કરી હતી કે,જપ્ત કરેલું સોનું પહેલા કેસથી નવા કેસમાં ટ્રાન્સફર કરવામાં આવે – જેના પછી કોર્ટે રેકોર્ડ પર લગભગ 400 કિલો સોનું ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી.

ડિસેમ્બર 2019માં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ, તેના તરફતી SBIતરફ રૂખ કર્યો હતો અને આદેશ આપ્યો હતો ક, સોનુ ડિસ્ટ્રીબ્યૂશન માટે 6 બેન્કોને સોપવામાં આવે.જેના પૈસા સુરાના પર બાકી હતા.

જોકે,જ્યારે CBI આ વર્ષે ફેબ્રુઆરીમાં બેન્ક પ્રતિનિધિઓની હાજરીમાં તેજોરી ખોલી તો 103.8 Kg સોનું ઓછું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap